About Us

" નિસર્ગની સંગે નવું જીવન "

આ ધ્યેય વાક્ય સાથે પંચમહાભૂત ના સાનિધ્યમાંજ રહેવું, નિસર્ગોપચાર 'એ જીવન પદ્ધતિ છે. તેનું આચરણ કરવાથી કાયમી રોગમુક્ત રહી સ્વસ્થ જીવન જીવી શકાય છે તે સમાજમાં પ્રસ્થાપિત કરવું.

સંસ્થા પરિચય

ઈન્દુમતીબેન હરિલાલ પંડ્યા સમાજસેવા મંડળની શરૂઆત ૨૦૦૦ ના વર્ષમાં થયેલ છે. જે શિક્ષણ, બાળ-મહિલા વિકાસ, આરોગ્ય, પ્રાકૃતિક ચિકિત્સા જેવા અન્ય સામાજીક કાર્યો માટે ખૂબજ ઉદાત હેતુ સાથે ઉમદા કાર્ય કરી રહેલ છે. અને અનેક વિધ પ્રવૃત્તિ દ્વારા સમાજ ઉત્કર્ષનું કાર્ય કરી રહેલ છે.


ગાંધીજીની વિચારસરણીને અનુસાર સ્વાસ્થય જાગૃતિ હેતુ જ આ સંસ્થાએ આરોગ્યધામ પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર નીર્માણ કરેલ છે જ્યાં પંચમહાભૂત દ્વારા કુદરતી રીતે સ્વસ્થ રહેવાનું શીખવાડવામાં આવે છે.


નેચરોપેથી એટલે માત્ર રોગદૂર કરવા નહીં પણ સ્વાસ્થય મેળવવા માટે પ્રયત્ન કરવો, રોગ પર નહીં પણ સ્વાસ્થય પર ખર્ચ કરવો, આરોગ્યધામ એ પ્રકૃતિમય વાતાવરણમાં પ્રકૃતિ દ્વારા રોગ દૂર કરવાનું અને તંદુરસ્તી મેળવવા માટેનું ઉત્તમ સ્થળ છે. જ્યાં નેચરોપેથી, આયુર્વેદ, યોગ, આહાર વિજ્ઞાન, એક્યુપ્રેશર, મુદ્રાવિજ્ઞાન, સંગીત વિજ્ઞાન, યજ્ઞ ચિકિત્સા જેવી હોલીસ્ટીક સારવારો દ્વારા નિષ્ણાંત ડોક્ટર અને અનુભવી સ્ટાફ દ્વારા સંપૂર્ણ સ્વાસ્થય મેળવી સકાય છે.

૧) શું તમે હઠીલા રોગોથી મુક્ત થવા માંગો છો?

૨. શું તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માગો છો?

૩. શું તમે દવાઓ ખાઈને થાકી ગયા છો ?

૪. શું તમે સ્વસ્થ, સુંદર શરીર બનાવવા માંગો છો ?


તો આવો આરોગ્યના આ ધામમાં...


સેન્ટરથી અંતર

અમદાવાદ - ૪૬ કિ.મી.
ગાંધીનગર - ૩૩ કિ.મી.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ - ૩૮ કિ.મી.
દહેગામ - ૮.૭ કિ.મી.
What we provide

Therapies

Nature

વોટર થેરાપી

“જળ એ જ જીવન” પાણીના થેરાપ્યુટીક ઉપયોગથી અને તેની ગરમી ઠંડકની રક્ત પરિભ્રમણ પર થતી અસરથી રોગ મટાડતી ચિકિત્સા એનીમા, સ્ટીમ, લપેટ, ઠંડા'ગરમ શેક, હિપબાથ, જેટ સ્પ્રે વગેરે....

Nature

મસાજ

શરીરમાં ફરતા રક્તના અટકાવથી અવયવો બગડે અને રોગજન્ય પરિસ્થિતિ નિર્માણ કરે. રક્તપરીભ્રમણ સુધારતી ચિકિત્સા.. આયુર્વેદીક મસાજ, ડીપ ટીસ્યુ મસાજ, એક્યુપ્રેસર મસાજ વગેરે...

Nature

એક્યુપ્રેશર

શરીરમાં ફરતા ચેતના પ્રવાહને નિયંત્રણ કરવા હાથ અને પગમાં આવેલ દાબ બિંદુઓ પર દબાણ આપી રોગને કાબૂમાં કરનારી એક અદભૂત ચિકિત્સા...

Nature

મડ થેરાપી

માટીના ઔષધીય ગુણોનો. ઉપયોગ કરીને શુધ્ધ તથા નવપલ્લવીત કરતી ચિકિત્સા...

Nature

શિરોધારા

કપાળના ભૂમધ્યમાં સતત અડધા કલાક સુધી ઔષધિય તેલો દ્વારા અભિષેક કરી મન પ્રફુલ્લિત, શાંત અને સ્વસ્થ કરનાર તથા વાળ અને ડિપ્રેશન જેવા બધા જ રોગોમાં. ઉપયોગી ચિકિત્સા... તક્રધારા, શિરોધારા, સ્પે. શિરોધારા વગેરે...

Nature

બસ્તી

શરીરના સાંધાઓ, હૃદય-આંખ જેવા અવયવો પર ઔષધીય તેલ ભરી રાખીને તેને પોષણ આપતી ચિકિત્સા. જાનુ બસ્તી, કટી બસ્તી, ચક્ષુ બસ્તી, હાદ બસ્તી વગેરે...

Nature

નસ્ય

નાક જે મસ્તિષ્કનું દ્વાર છે, ત્યાંથી ઔષધીય ટીંપા નાખવાની પ્રક્રિયા જેના દ્વારા વાળના રોગો, સાયનસ, માઈગ્રેન જેવા અનેક રોગોમાં લાભ આપતી ચિકિત્સા.

Nature

યોગ

આસન, પ્રાણાયમ, ધ્યાન દ્વારા શરીર તથા મનને સંયમીત કરી સ્વસ્થ રાખનાર તથા દરેક જટીલ રોગોને દૂર કરનાર ખૂબ જ પ્રચલિત ચિકિત્સા.

દિનચર્યા

# Activity
૬:૦૦ ઉત્થાન
૬:૧૫ કડુકળીયાતુ / હર્બલ ટી.
૬:૩૦ થી ૭:૩૦ પ્રાર્થના યોગ
૭:૩૦ થી ૮:૦૦ ષટકર્મ, આઈવોશ
૮:૦૦ થી ૮:૩૦ માટી પટ્ટી
૮:૩૦ થી ૯:૦૦ નાસ્તો / રુટીન ચેકઅપ
૯:૦૦ થી ૧૨:૦૦ સારવાર
૧૨:૩૦ થી ૧:૩૦ ભોજન
૧:૩૦ થી ૩:૦૦ આરામ સ્વાધ્યાય
# Activity
૩:૦૦ થી ૩:૩૦ માટી પટ્ટી
૩:૩૦ થી ૪:૦૦ ફળાહારી / રસાહાર / ઉકાળો
૪:૦૦ થી ૬:૦૦ સારવાર
૬:૦૦ થી ૬:૩૦ વોકીંગ
૭:૦૦ થી ૮:૦૦ રાત્રી ભોજન
૮:૦૦ થી ૯:૦૦ પ્રાર્થના / ચીંતન / જ્ઞાન ગોષ્ઠી
૯:૦૦ થી ૧૦:૦૦ સ્વકર્મ
૧૦:૦૦ શયના

રોગોની સમજ

રોગ થવાના મૂળ કારણમાં આપણા શરીરમાં જમા થયેલ કચરો (ટોક્સીક મેટર) નો વધારો અને રોગપ્રતિકારક શક્તિનો ઘટાડો છે. માટે રોગને દૂર કરવા આ બે વાતો પર ધ્યાન આપવું જરૂરી છે. નેચરોપેથી એ એવી ચિકીત્સા પદ્ધતિ છે, જે રોગોને જડમૂળથી કાઢી સંપૂર્ણ સ્વાસ્થય બક્ષે છે અને સ્વસ્થ રહેતા શીખવે છે.

ડાયાબિટીસ

કબજીયાત

પાચનતંત્રના રોગો

અસ્થમા

સાયનસ

શ્વસનતંત્રના રોગો

ચામડીના રોગો

સંધિવા

કમર-ઘૂંટણ-સર્વાઈલના દુઃખાવા

લીવરના રોગો

ડિપ્રેશન

સ્ત્રીરોગો

થાઈરોડ

માનસીક રોગો

બી.પી

વજન વધવું ઘટવું

જેવા દરેક રોગો નેચરોપેથી, આયુર્વેદ, યોગ, ડાયટ, અક્યુપ્રેશર દ્વારા સારવાર...

Human Resources

2050

Patients Visited


1640 Outdoor Patients

410 Indoor Patients

10

Years of experience

Experts

Senior Consultant


R.M.O (B.N.Y.S)

Femal Therapist

Male Therapist

5

Staff


1 COOK

4 SUPPORT STAFF

Our Speciality

Nature

વ્યક્તિગત કાળજી

Nature

એક્યુપ્રેશર વોક વે

Nature

હોલીસ્ટીક એપ્રોચ

Nature

અનુભવી સ્ટાફ

Nature

પ્રાકૃતિક વાતાવરણ

Nature

ગ્રામ હાર્ટ

Packages

* સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે દસ દિવસ(૧૦) રેહવું અનિવાર્ય છે.

એક દિવસના એક વ્યક્તિ માટે બે વ્યક્તિ માટે સહ સાથી
જનરલ વોર્ડ 800/-
   -   
500/-
સેમી. સ્પેશ્યલ (નોન એસી) 1300/- 2200/- 900/-
સેમી. સ્પેશ્યલ (એસી) 1600/- 2800/- 900/-
સ્પેશ્યલ રૂમ (નોન એસી) 1600/- 2800/- 900/-
સ્પેશ્યલ રૂમ (એસી) 1900/- 3400/- 900/-


Other Treatments

# Price
મસાજ 700/-
શિરોધારા 800/-
પોટલી મસાજ 250/-
આઉટડોર પેશન્ટ 600/- (પ્રતિ દિન)
# Price
જાનુ બસતી 250/- (એક પગ)
કટી બસ્તી 500/-
નસ્ય 150/-
કન્સલ્ટીંગ 300/-


૧ અને ૩ દિવસ ના રોકાણ ના પેકેઝ


* જો તમે સારવાર માટે 10 દિવસ ના વિતાવી શકો તો તમે અમારા 1 અથવા 3 દિવસના પેકેજ પસંદ કરી શકો છો.

1 Day Package (800/-)
2 Night 3 Day Package (3000/-)
Welcome Drink
Orientation & introduction of all therapies
Doctor consultation
24 hour available doctor
All Naturopathy treatments
Early morning health drink
Morning break fast
Lunch
Evening juice / fruit as prescribed
Dinner
  • All types of taxes are included.
  • ઉપરના ચાર્જમાં રહેવાનો જમવાનો તથા મૂળભૂત સારવારનો ખર્ચ સમાવેલ છે.
  • સ્પા સારવાર ખર્ચ અલગ આપવાનો રહેશે.
  • સારવારના પેકેજની પૂર્ણ કિંમત એડવાન્સમાં ભરવાની રહેશે.
  • એડવાન્સ એપોઈન્ટમેન્ટ લઈનેજ મળવા આવવું.

Rules

  • તમાકુ, ગુટકા, દારૂ, પાન, મસાલા, કોફી, ચાય વગેરે વ્યસન કરવા નહીં.
  • દર્દીઓએ સારવાર યોગ્ય કપડા, ટુવાલ, નેપકીન, યોગમેટ, યોગના કપડા વગેરે પોતાનું લઈને આવવું.
  • સાધન કે કોઈપણ કિંમતી સામાન સાથે લાવવો નહીં તથા મોબાઈલ, પર્સ જેવી જરૂરી કિંમતી વસ્તુની કાળજી જાતે લેવી.
  • ઠંડીમાં એક બ્લેન્કેટ સંસ્થા તરફથી મળશે વધુ માટે સાથે લઈને આવવું.
  • રીઝર્વેશન કેન્સલ કરાતાં પાછા મળનાર નાણાંની રકમ સંસ્થાના નિયમોને આધીન રહેશે.
  • આવનાર વ્યક્તિ ID Proof સાથે લાવવું.
  • સારવાર અધવચ્ચેથી મુકીને જનારને પૈસા પાછા મળશે નહીં.
Get Touch in

Contact Us

આ સંસ્થા દ્વારા ચાલતી અનેક સેવાકીય પ્રવૃત્તિમાં આપનો સહયોગ ઉત્સાહવર્ધક રહેશે.


નોંધ : આ સંસ્થા ઈન્કમટેક્ષ સેક્શન 80(G) માન્ય છે જેની નોંધ લેવી.


SBI - 30174244912 - Saving Account

Name : Shrimati Indumatiben H. Pandya

Samaj Seva Mandal

IFSC:SBIN0001043


આઈ. એચ. પંડ્યા સમાજસેવા મંડળ સંચાલિત

એચ. એચ. પંડ્યા આરોગ્ય ધામ

Nature